You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસને કારણે ગુજરાતનું આ ગામ થયું ખાલીખમ
ગુજરાત કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.
અમદાવાદમાં સૌથી વધારે કેસો છે, તો સુરત, વડોદરા પણ પ્રભાવિત છે. મહત્તમ કેસો શહેરોમાં છે ત્યારે કોરોના વાઇરસને કારણે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનું આસુન્દ્રાળી ગામ ખાલીખમ ભાસે છે.
વાત એમ છે કે આ ગામમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસ સામે આવતા ગામલોકો ડરી ગયા હતા.
ડરના માહોલ વચ્ચે લોકો ગામ છોડીને ખેતરોમાં વસવાટ કરવા માટે ભાગી ગયા.
1100 લોકોની વસતી ધરાવતા આ ગામની 80 ટકા આબાદી ખેતરોમાં રહેવા જતી રહી છે.
જોકે, આ મહામુસીબતના સમયમાં આસપાસના ગામલોકો આસુન્દ્રાળીની મદદે આવી પહોંચ્યા છે.
કેવો છે ગામનો હાલ અને શું કહી રહ્યા છે લોકો એ જાણવા માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો