You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : શું વાયગ્રા હવે કાઢશે કોરોના વાઇરસની દવાનો તોડ?
બે દાયકા પહેલાં અમેરિકામાં વાયગ્રાની શોધ થઈ ત્યારે એ બાબતે જોરદાર ધમાલ થઈ હતી.
પુરુષોમાં નપુંસકતા દૂર કરતી આ દવા એક ક્રાંતિ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
અસરના સંદર્ભમાં તેની સરખામણી ગર્ભનિરોધક ગોળીની શોધથી સર્જાયેલા પ્રભાવ સાથે કરવામાં આવી હતી.
વાયગ્રા બનાવનારી કંપની ફાઇઝરે તેનું નિર્માણ વાસ્તવમાં હૃદયમાં રક્તનો પ્રવાહ સરળતાથી ચાલુ રહે એ માટે કર્યું હતું? હૃદયમાં રક્તનો પ્રવાહ ઓછો થવાને લીધે થતી પીડાને એન્જાઇના કહેવામાં આવે છે.
વાયગ્રાની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી ત્યારે તેની દિલચસ્પ આડઅસર જોવા મળી હતી. એ પુરુષોના શરીરમાં ઉત્તેજના પેદા કરવા લાગી હતી.
કોરોના વાઇરસની મહામારીમાં હવે વાયગ્રાને કોવિડ-19 સામેની દવા બનાવવા ઉપયોગમાં લેવાની ચર્ચા થઈ રહી છે ત્યારે સમગ્ર અહેવાલ જુઓ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો