રાજકોટમાં દીકરીને કરિયાવરમાં અપાયા ગાડું ભરીને પુસ્તકો
પ્રકાશિત
ગુજરાતમાં દીકરીને લગ્ન પ્રસંગે કરિયાવર આપવાની પરંપરા છે. દીકરીને સાસરે વળાવતી વખતે એને સોના-ચાંદી તથા કપડાં તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવે છે.
પરંતુ લગ્નમાં કરિયાવરમાં પુસ્તકો માગવાની એક ઘટના બની હતી.
રાજકોટના કિન્નરીબા જાડેજાએ એમના પરિવાર પાસે જિદ કરી હતી કે લગ્નમાં એમને એમનાં વજન જેટલા પુસ્તકો ભેટમાં આપવામાં આવે.
કિન્નરીબાએ કહ્યું, ''મને 5 તોલા સોનું ઓછું આપશો તો ચાલશે, પરંતુ પુસ્તકો નહીં આપો તો મને ખૂબ દુખ થશે.''
કિન્નરીબા જાડેજાની પુસ્તકોની જીદ પરિવારે કેવી રીતે પૂરી કરી તે જાણો આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો