You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ સામે પાકિસ્તાન કેવી રીતે લડી રહ્યું છે?
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં કોરોના વાઇરસનો વ્યાપ સતત વધી રહ્યો છે.
શરૂઆતમાં પાકિસ્તાનમાં કોરોના વાઇરસના વધારે કેસ સિંધ પ્રાંતમાં નોંધાયા હતા અને ત્યાં સરકારે બે અઠવાડિયાંનું સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરી દીધું હતું.
સ્થાનિક મીડિયા 'ડૉન'ના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં પૉઝિટિવ કેસોની સંખ્યા 1000 નજીક પહોંચી ગઈ છે અને 7 લોકોનાં મૃત્યુ થયાં છે.
જોકે, કેસોની સંખ્યા વધતાં હવે મોટા ભાગના શહેરમાં એક પ્રકારનું આંશિક લૉકડાઉન લાગું છે.
અહીં રસ્તાઓ પર પોલીસ અને અર્ધ સૈનિકદળ તહેનાત કરી દેવામાં આવ્યાં છે, અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાઈ રહી છે.
કોરોના વાઇરસને પગલે અનેક લોકો એમ પણ કહી રહ્યાં છે કે જીવનમાં શુંશું ભૂલો કરી એનો હવે ખ્યાલ આવે છે.
પાકિસ્તાન સરકારની તૈયારીઓ અને લોકોની પરિસ્થિતિ વિશે બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીના સમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો