મહામારી બની ચૂકેલો કોરોના વાઇરસ કેટલો ખતરનાક છે?

પ્રકાશિત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસને પૅન્ડેમિક એટલે કે મહામારી જાહેર કર્યો છે.

ચીન, ઈટાલી અને ઇરાનમાં કોરોના વાઇરસનો સૌથી વધારે પ્રકોર જોવા મળી રહ્યો છે.

ભારતમાં પણ અત્યાર સુધી 90 જેટલા કેસ નોંધાયા છે. સૌપ્રથમ કેરળમાં કોરોનાવાઇસનો કેસ સામે આવ્યો હતો, પરંતુ તે દર્દી સાજા થઈને હૉસ્પિટલમાં રજા મેળવીને ઘરે જતાં રહ્યાં છે.

કોવિડ-10થી સંક્રમિત થનારા મોટાભાગના લોકો તુરંત જ સાજા થઈ જાય છે અને તેમને વધુ તબીબી સારવારની જરૂર નથી પડતી.

મોટાભાગના લોકોમાં ફ્લૂ જેવા લક્ષણો જ દેખાય છે અને તેમાંય બાળકોને તો ઘણી ઓછી અસર થાય છે.

તો પછી કોરોના વાઇસનો આટલો ડર કેમ?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો