પરિવાર અને બાળક માટે ફૂટબૉલ છોડનારાં મહિલાના સંઘર્ષની કહાણી
પ્રકાશિત
ઓડિશાનાં રશ્મિતા પાત્રાએ 12 વર્ષની વયે ફૂટબૉલ રમવાનું શરૂ કર્યું હતું, ઑડિશા મહિલા ફૂટબૉલ ટીમમાં તેઓ એક કુશળ ડિફેન્ડર હતાં.
તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે ભારત તરફથી જુનિયર તથા સિનિયર એમ બન્ને કૅટેગરીની રમતમાં ભાગ લીધો હતો.
જોકે વર્ષ 2012માં લગ્ન બાદ પરિવાર અને બાળકની સારસંભાળ માટે તેમણે રમત છોડવી પડી હતી.
તેમને ઓડિશા પોલીસ વિભાગમાં નોકરી મળી અને તેમણે પરિવારને ટેકો કરવાનું શરૂ કર્યું, પણ તેમને પરિવાર તરફથી સમર્થન ન મળ્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો