You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં ટ્રમ્પ આવ્યા ત્યારે પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી'તી
પ્રકાશિત
અમદાવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા તે અગાઉ પોલીસે અડધી રાત્રે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો હતો કે અમદાવાદમાં રાત્રે તેમને ઘરેથી અને ગુજરાત વિદ્યાપીઠમાંથી લઈ જવાયા હતા.
આ યુવકો સી.એ.એ. (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ, નાગરિક્તા સુધાર કાયદો) અને એન.આર.સી. (નેશલ રજિસ્ટર ઑફ સિટીઝન)ના વિરોધપ્રદર્શનમાં સતત ભાગ લેતા રહ્યા છે.
આ મામલે પોલીસે બી.બી.સી.ને કોઈ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો