પ્લાસ્ટિક કાફે : ગુજરાતના આ શહેરમાં મળે છે પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો

પ્રકાશિત

ગુજરાતના દાહોદમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં શહેરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે 'પ્લાસ્ટિક કાફે' બનાવવામાં આવ્યું છે.

જો કોઈ વ્યક્તિ અહીં પ્લાસ્ટિક લઈને જાય તો તેમને પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો અને ભોજન આપવામાં આવે છે.

પ્લાસ્ટિક કાફેના ચલાવતી બહેનોનું કહેવું છે કે આ કાફે બે ઉદ્દેશને પરિપૂર્ણ કરે છે. એક તો તેનાથી પ્લાસ્ટિકનો કચરો ઓછો થશે અને પ્લાસ્ટિક રિસાયકલમાં જશે. બીજો આ પ્લાસ્ટિક કાફે દ્વારા મહિલાઓને રોજગારી મળી રહેશે. આ કાફે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે.

શું છે તેની ખાસિયત જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો