ડોનાલ્ડ ટ્ર્મ્પની અમદાવાદ મુલાકાત : ‘અમે માણસો છીએ કચરો નહીં, અમને શું કરવા સંતાડો છો?’

વીડિયો કૅપ્શન, સરાણીયાવાસનાં રહેવાસી
પ્રકાશિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવશે.

આ મુલાકાત દરમિયાન તેઓ 24 તારીખે અમદાવાદ પણ આવશે.

અમદાવાદની એક બાજુ આ મોભાદાર મહેમાનના સ્વાગતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ શહેરની ગરીબાઈ છુપાવવા માટે ઢાંકપિછોડા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

અમદાવાદ શહેરના ઇંદિરા બ્રિજ નજીક આવેલા સરાણીયાવાસની ગરીબ પ્રજાનાં ઝૂંપડાં છુપાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દીવાલ ચણવાની કામગીરી કરાઈ રહી છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે દીવાલ અંગે સરાણીયાવાસના રહીશોના મત જાણવા માટે પ્રયાસ કર્યો હતો.

જાણો, દીવાલ વિશે શું કહી રહ્યા છે સરાણીયાવાસના રહીશો?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો