'સાક્ષી મલિકને હરાવવાનું વિચાર્યું નહોતું પણ તેના માટે મહેનત કરી હતી'

પ્રકાશિત

18 વર્ષની વયે મહિલા પહેલવાન સોનમ મલિક કુસ્તીની દુનિયામાં ચર્ચામાં આવી ગયાં છે.

તેનું કારણ એવું છે કે તેમણે ઑલિમ્પિક મેડલ જીતનારાં ભારતનાં પ્રથમ મહિલા પહેલવાન સાક્ષી મલિકને માત આપી હતી.

તેમણે સાક્ષી મલિકને હરાવીને એશિયન ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના સ્પર્ધકોની જાહેરાત અંગેની પ્રેસ કૉન્ફરન્સમાં સોનમ મલિક હાજર રહ્યાં હતાં.

જુઓ, તેમની સાથે બીબીસી સંવાદદાતા વિદિત મહેરાની વાતચીત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો