દુર્ગમ ઍન્ટાર્કટિકામાં વૈજ્ઞાનિકો કયા પ્રયોગો કરી રહ્યા છે?

પ્રકાશિત

સમુદ્રની સપાટીમાં વધારો થઈ રહ્યો છે તે તપાસવા માટે અમેરિકા અને બ્રિટને સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

વૈજ્ઞાનિકોને અહીં પહોંચાડવાની તૈયારીઓમાં વર્ષો લાગી ગયાં પણ ગત વર્ષે બરફની ભીષણ પરિસ્થિતિમાં કામ કરી શકે તેવાં બે વહાણ અહીં ટનબંધ બળતણ અને કાર્ગો લઈને આવ્યાં.

આ દુર્ગમ વિસ્તારમાં સામાનને પહોંચાડવા સ્નૉવાહનોની મદદ પણ લેવાઈ.

વૈજ્ઞાનિકોએ પ્રતિકૂલ સ્થિતિમાં 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનોને અહીં પહોંચાડ્યાં છે.

સમુદ્રના ગરમ પાણીના પ્રવાહને કારણે પશ્ચિમ ઍન્ટાર્કટિકાનો બરફ ઝડપથી પીઘળી રહ્યો છે. ત્યારે આ વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરાઈ રહેલા પ્રયોગો બહુ મહત્ત્વપૂર્ણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો