ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ કેમ સ્થપાતી નથી?

પ્રકાશિત

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિસમજૂતીને 25 વર્ષ પૂર્ણ થયાં. જોકે શાંતિ કેવી રીતે સ્થપાશે તેને લઈને કોઈ પણ સ્પષ્ટ નથી.

આટલાં વર્ષો બાદ શાંતિ સ્થાપવા માટે બન્ને પક્ષોનું વલણ બદલાઈ ગયું છે.

આ વાત એટલા માટે મહત્ત્વની છે કે હાલમાં જ ઇઝરાયલમાં એક વર્ષની અંદર ત્રીજી વાર ચૂંટણી યોજાવાની છે. જેના પ્રચારમાં આ વિવાદની ચર્ચા બહુ ઓછી જોવા મળે છે.

ઇઝરાયલમાં અલગથી સ્વતંત્ર પેલેસ્ટાઇન દેશની માન્યતા આપવા અંગેનું જનસમર્થન ઘટી રહ્યું છે. તો પેલેસ્ટાઇનવાસીઓમાં પણ રાજકીય વિરોધાભાસને કારણે આ બાબત વધુ ગુંચવાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો