You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Coronavirus : ચીનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીની વ્યથા, 'અમને બહુ બીક લાગે છે, ઘરે જવું છે'
ચીનમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 100ને પાર કરી ગઈ છે.
ચીનના વુહાન શહેરમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયેલા છે.
ગુજરાતના એક વિદ્યાર્થી સમીર બાવળિયાએ વુહાનથી બીબીસી સાથે વાતચીત કરી.
એમણે કહ્યું કે, "હું અહીં બે વર્ષથી છું. હું એમબીબીએસના બીજા વર્ષમાં છું. અમે 25-40 ભારતીય છોકરાઓ અહીં છીએ. હું વુહાનના શયાનિંગમાં અંદર છું. અહીં છેલ્લા 4-5 દિવસથી કોરોના વાઇરસના કેસ બહુ વધી ગયા છે અને મૃત્યુ પણ વધતા જાય છે."
"સરકારે આખું વુહાન લૉક કરી દીધું છે. ચીનના ન્યૂયરમાં પણ એક પણ વ્યક્તિ ન હતી. અમે 7થી 8 દિવસથી બહાર નથી નીકળ્યા. જમવાની વસ્તુઓ રાખી લીધી હતી પણ એ પૂરી થઈ જવા આવી છે."
"અમે દિવસમાં 3-4 વાર દૂતાવાસનો સંપર્ક કરીએ છીએ. તપાસ કરીએ છીએ. 3 દિવસ અગાઉ અમારી પાસપૉર્ટની વિગતો આપેલી છે પણ હજી ઉકેલ નથી આવ્યો. મારા ચીની મિત્રો કહે છે હાલત બહુ ગંભીર છે."
"અમને અહીં બહુ બીક લાગે છે અને અમારે ઘરે જવું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો