માતા બન્યાં પછી પણ ઉત્તમ પ્રદર્શનથી સફળ કારકિર્દી બનાવી

પ્રકાશિત

સુમા શિરુરે 10 મીટર ઍર રાઇફલમાં સંયુક્ત વર્લ્ડ રેકર્ડ બનાવ્યો છે.

2020 ઑલિમ્પિક્સમાં પુરુષ અને મહિલા શૂટર એકસાથે કૉમ્પિટિશનમાં ભાગ લેશે. જેના માટે શૂટર્સે અગાઉથી જ તૈયારી કરી દીધી છે.

કોચ અને પૂર્વ ઑલિમ્પિક શૂટર સુમા શિરુર કહે છે કે "અહીં પુરુષ અને મહિલા એકબીજા સાથે સ્પર્ધા કરે છે. જ્યારે 2004-05 આસપાસ હું અહીં આવી ત્યારે મહિલાઓએ 40 શૂટ્સ અને પુરુષોએ 60 શૂટ્સ મૅચ રમી હતી. મને નવાઈ લાગતી કે આવું કેમ?"

ઑલિમ્પિકમાં પહેલી વાર મિક્સ શૂટિંગ સ્પર્ધા થવાની છે. આથી મહિલા શૂટરો પુરુષો સાથે કેવી રીતે દબાણમાં રમી શકાય તેનો અનુભવ મળી રહ્યો છે.

રિપોર્ટર - રાહુલ રણસુબે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો