18 વર્ષની વયે જાતીય ગુલામીનો શિકાર બનેલાં મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, 18 વર્ષની વયે જાતીય ગુલામીનો શિકાર બનેલાં મહિલાની કહાણી સાંભળી તમારું કાળજું કંપી ઊઠશે
પ્રકાશિત

ગ્રિઝેલ્ડા ગ્રુટબુમ પોતાના જીવનમાં એક સાધારણ યુવતી કરતાં ઘણી વધારે મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યાં છે.

18 વર્ષની વયે જ તેઓ માનવ તસ્કરી અને જાતીય ગુલામીનો શિકાર બન્યાં હતાં.

તેનાં એક મિત્રએ જ તેમને દેહવેપારના ધંધામાં ધકેલી દીધાં હતાં.

તેમને બે અઠવાડિયાં સુધી એક રૂમમાં કેદ રાખીને તેમની પાસેથી જાતીય ગુલામ તરીકેનું કામ લેવાયું હતું.

આ મુશ્કેલીમાંથી બહાર આવવાની તેમની કપરી સફર વિશે લોકોને જણાવવા માટે તેમણે ‘ઍક્ઝિટ’ નામનું એક પુસ્તક પણ લખ્યું છે.

તેઓ આ પુસ્તક દેહવેપારના દલદલમાંથી છૂટવા માગતી મહિલાઓ માટે પ્રેરણારૂપ અને માર્ગદર્શક બને તેવું ઇચ્છે છે.

જુઓ, દેહવેપારના સકંજામાંથી છૂટવાની ગ્રિઝેલ્ડા ગ્રુટબુમની પ્રેરક દાસ્તાન.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો