You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનનો દાવો, 'અમારી પાસે ઈરાને પ્લેન તોડી પાડ્યું હોવાના પુરાવા હતા'
થોડા દિવસ પહેલાં યુક્રેન ઍરલાઇન્સનું એક યાત્રી વિમાનને ઈરાનના પાટનગર તેહરાન નજીક અકસ્માત નડ્યો હતો.
આ ઘટના માટે ઈરાનના મિસાઇલહુમલાને જવાબદાર ગણાવામાં આવ્યો હતો.
જોકે, ઈરાને છેક સુધી આ આરોપ નકાર્યા બાદ, આખરે પોતાના ભૂલથી કરાયેલા મિસાઇલહુમલાના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સ્વીકારી લીધી હતી.
હવે આ અંગે યુક્રેનના તપાસ અધિકારીઓએ દાવો કર્યો છે કે, “ઈરાને પોતાની ભૂલ સ્વીકારી એ અગાઉથી અમારી પાસે તેની વિરુદ્ધ પુરાવા હતા.”
યુક્રેનના તપાસ અધિકારીઓએ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે, “આ વિમાન પર એન્ટિ-ઍરક્રાફ્ટ મિસાઇલ વડે હુમલો કરાયો હતો.”
જુઓ, કેવી રીતે યુક્રેન અને આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણના કારણે ઈરાનનો દાવ ઊંધો પડી ગયો?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો