You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માતાના મનોબળે ઑટિઝ્મથી પીડાતા બાળકને બનાવ્યો કલાકાર
તમે ઘણા બધા લોકોને પોતાની અસફળતા માટે પોતાની અશક્તિઓને જવાબદાર ઠેરવતા સાંભળ્યા હશે.
કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે જે પ્રતિકૂળ સંજોગોને તકમાં ફેરવી પોતાનું અને પોતાની આસપાસના લોકોનું જીવન સફળ બનાવી દે છે.
કંઈક એવા જ છે માર્કુસ અને તેમનાં માતા. માર્કુસ રશિયાના એક 13 વર્ષીય ચિત્રકાર છે.
તેઓ એપિલેપ્સિ અને ઑટિઝ્મ જેવી સમસ્યાઓથી પીડિત છે.
પરંતુ માર્કુસનાં માતા નતાલ્યાએ પોતાના પુત્રની શક્તિઓને ઓળખી. માર્કુસની બીમારીઓને તેમની કળા આડે ન આવવા દીધી.
આજે માર્કુસના પેઇન્ટિંગનાં પ્રદર્શનો વિશ્વના ઘણા દેશોમાં યોજાય છે.
જુઓ, કેવી રીતે એક માતાનાં વિશ્વાસ અને ધીરજે બીમારીઓને હરાવી પુત્રને સફળ કલાકાર બનાવ્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો