દાવાનળની આપદામાં અનાથ બનેલાં પશુ-પક્ષીઓનું મસીહા બન્યું આ દંપતી

પ્રકાશિત

ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગે વેરેલા વિનાશનાં ચિત્રો એટલાં ભયાનક હતાં કે ભલભલા નિષ્ઠુર માણસનાં હૃદયમાં પણ ફાળ પડી જાય.

ઑસ્ટ્રેલિયામાં ફાટી નીકળેલા દાવાનળને કારણે આશરે 50 કરોડ નાનાં-મોટાં વન્યજીવોનાં મૃત્યુ થયાં છે.

આ આંકડો એટલો મોટો છે કે જેની ભરપાઈ થવામાં વર્ષો વીતી જશે.

પરંતુ આ આપત્તિ સમયે અનાથ અને બેઘર બની ગયેલાં પશુ-પક્ષીઓ માટે ઑસ્ટ્રેલિયાનું આ દંપતી મસીહા જેવું કાર્ય કરી રહ્યું છે.

તે આગના કારણે પરિવારથી છૂટા પડી ગયેલા પશુ-પ્રાણીઓને પોતાના ઘરમાં રાખીને તેમની સારસંભાળ રાખે છે.

આ પૈકી ઘણાં પશુ-પક્ષીઓને સમયાંતરે તેમના પ્રાકૃતિક વાતાવરણમાં છોડી મુકાશે.

જુઓ, કુદરતી આપત્તિ સમયે અનાથ અને બેઘર બનેલાં પશુ-પક્ષીઓના ઉદ્ધારક દંપતીની આ પ્રેરક કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો