શું પાકિસ્તાનમાં મુસ્લિમો ધાર્મિક અત્યાચારનો ભોગ નથી બનતા?

પ્રકાશિત

ભારત સરકારે નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વસતા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન અન પારસી ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે.

આ જોગવાઈમાંથી મુસ્લિમોને બહાર રાખવા માટે કેન્દ્રની ભાજપ સરકારના મંત્રીઓ અને ખુદ વડા પ્રધાન મોદી દ્વારા પણ મુસ્લિમોને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારનો ભોગ નથી બનવું પડતું એવો તર્ક રજૂ કરાયો હતો.

જોકે, બીબીસીનાં પાકિસ્તાનનાં સંવાદદાતાએ આ અંગે તપાસ કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે શું ખરેખર પાકિસ્તાનમાં મુસ્લિમોને ધાર્મિક ઉત્પીડનનો સામનો કરવો પડે છે કે કેમ?

જુઓ, પાકિસ્તાનથી બીબીસીનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો