You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીરિયામાં થઈ રહેલા બૉમ્બમારામાં બાળકોની હાલત કેવી છે?
પ્રકાશિત
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે મધ્યપૂર્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ દુનિયાને પરવડી નહીં શકે.
સીરિયાના ઇદલિબ પ્રાંતમાં ફરી હુમલા વચ્ચે ગુટેરેસે આ ટિપ્પણી કરી છે.
ઇદલિબમાં અવિરતપણે બૉમ્બમારો ચાલતો રહે છે.
સીરિયામાં ચાલી રહેલા લાંબા યુદ્ધમાં સૌથી ક્રૂર આક્રમણો પૈકીનું આ એક છે.
સીરિયાની સેના રશિયાની મદદથી વિદ્રોહી પાસેથી ઇદલિબને છીનવી લેવા આતુર છે.
સરહદ પાર તુર્કીએ સીરિયાના કેટલાક શરણાર્થીઓને શરણ આપી છે. તુર્કી કહે છે કે તે હવે વધારે શરણાર્થીને સ્વીકારી શકે તેમ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો