સમાજનાં મહેણાં-ટોણાંને અવગણીને સફળતાનાં શિખરો સર કર્યાં
પ્રકાશિત
નસરીન દિલ્હીનાં રહેવાસી છે અને ઇન્ડિયન ખોખો ટીમનાં કૅપ્ટન છે. નસરીનની કંઈક કરી છૂટવાની તમન્ના અને જીદ હતી.
જોકે તેમના માટે અહીં સુધી પહોંચવું સરળ નહોતું. સોસાયટીનાં મહેણાં-ટોણાં કે ગરીબી પણ તેમનો જુસ્સો તોડી ન શકી.
નસરીને ત્રણ આંતરરાષ્ટ્રીય અને 40 રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે.
2019 સાઉથ એશિયન ગેમ્સમાં નસરીનની જ કૅપ્ટનશિપ હેઠળ ભારતે ગોલ્ડમેડલ જીત્યો હતો.
નસરીનના પપ્પા દિલ્હીના બજારમાં રસ્તા પર કપડાં વેચે છે.
સમાજનાં ટોણાં છતાં તેઓ તેમનાં દીકરીની પડખે ઊભા રહ્યા અને દીકરીને અહીં સુધી પહોંચાડી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો