CAA વિરોધ : હિંસક પ્રદર્શનોમાં 20 લોકોનાં મોત, પોલીસ પર દમનના આક્ષેપ

વીડિયો કૅપ્શન, યુપીમાં મુસ્લિમો પ્રદર્શનકારીઓની સ્થિતિ
પ્રકાશિત

કેન્દ્રની મોદી સરકારે છેલ્લા કેટલાક સમયથી સતત નાગરિકતા સંશોધન કાયદા (CAA) બાબતે વિરોધનો સામનો કરી રહી છે, જેમાં 20થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

મૃતકો પૈકી મોટા ભાગના ઉત્તર પ્રદેશ રાજ્યના હતા.

જે પૈકી એક મૃતક મોહમ્મદ મોહસીનનાં માતાએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મારો દીકરો ઘાસચારો લેવા ગયો હતો. તેને છાતીમાં ગોળી વાગી હતી. તે એક બાળકનો પિતા હતો."

યુપી પોલીસ પર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર અને મુસ્લિમોનાં ઘરોમાં તોડફોડ કરવાના આરોપો લગાવાઈ રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં હાલ તો સ્થિતિ શાંત છે, પરંતુ વાતાવરણમાં તણાવ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો