2020 : નવા વર્ષના સ્વાગત માટે ફરીથી ગુંજશે લંડનની બિગ બેન બેલ
પ્રકાશિત
છેલ્લાં 2 વર્ષથી બંધ પડેલી લંડનની વિખ્યાત 'બિગ બેન બેલ' નવા વર્ષના સ્વાગત માટે ફરીથી કાર્યરત થશે.
નોંધનીય છે કે ધ એલિઝાબેથ ટાવરમાં આવેલી લંડનની આગવી ઓળખસમી આ ઘડિયાળ ઇમારતમાં સમારકામ ચાલી રહ્યું હોવાના કારણે બંધ કરી દેવાઈ હતી.
જોકે, તંત્ર દ્વારા આ સમારકામ એક સાંજ માટે અટકાવવાનો નિર્ણય લેવાયો છે, જેથી આ વિશાળકાય ઘડિયાળ પોતાના આઈકોનિક ઘંટારવ સાથે નવા વર્ષનું સ્વાગત કરી શકશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો