ઑસ્ટ્રેલિયામાં દાવાનળ: વિક્ટોરિયામાં નાગરિકોને વિસ્તાર છોડવા સૂચના

વીડિયો કૅપ્શન, ઑસ્ટ્રેલિયામાં દાવાનળ: વિક્ટોરિયામાં નાગરિકોને વિસ્તાર છોડવા સૂચના
પ્રકાશિત

ઑસ્ટ્રેલિયામાં દાવાનળની આપત્તિએ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના વહીવટી તંત્રના નિવેદન અનુસાર દાવાનળના કારણે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે સ્થળ પરથી લોકોને ખસેડવાની કવાયત હાથ ધરવાનું શક્ય રહ્યું નથી.

24 કલાક પહેલાંથી જ નાગરિકો અને પ્રવાસીઓને વિસ્તાર છોડવાની સૂચના આપી દેવાઈ હતી.

દાવાનળ-પ્રભાવિત વિસ્તારમાં મકાનો લાકડાંનાં હોવાને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.

વિક્ટોરિયા રાજ્યમાં સંખ્યાબંધ પ્રવાસીઓને વિસ્તાર છોડવાની ફરજ પડી છે. વન્યજીવોને દાવાનળની સૌથી ગંભીર અસર થઈ છે.

40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન અને ભારે પવનોને કારણે દાવાનળ શહેર તરફ આગળ વધી રહ્યો છે ત્યારે શું છે પરિસ્થિતિ જુઓ વીડિયો.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો