You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#MeToo : બોલીવૂડમાં જાતીય સતામણી સામે અભિયાનના એક વર્ષ બાદની સ્થિતિ
એક વર્ષ પહેલાં બોલીવૂડમાં MeToo અભિયાનને પગલે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો.અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ સતામણીના આરોપ મૂકીને બોલીવૂડની ચમકતી દુનિયાની બીજી બાજુને જાહેરમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિયાન શરૂ થયું ત્યારથી 60થી વધુ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાઓ સામે જાતીય સતામણીના આરોપ લાગ્યા હતા.નિર્માતા અને દિગ્દર્શક વિન્તા નંદાએ વર્ષ 1999માં વરિષ્ઠ અભિનેતા આલોક નાથ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. આ બાબત જે તે ક્ષેત્રમાં કામકાજની જગ્યા પર મહિલાની સુરક્ષાની બાબતે પ્રશ્નો સર્જે છે.બોલીવૂડના કેટલાક કલાકારો હતાશ છે. તેમનું માનવું છે કે આ સમગ્ર અભિયાન એકતરફી હતું.
બોલીવૂડમાં MeTooના એક વર્ષ બાદ શું સ્થિતિ છે. તેના પર જોઈએ મુંબઈથી બીબીસી સંવાદદાતા સુરંજના તિવારીનો રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો