You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડાની વિદ્યાર્થિનીનો નદીની સફાઈ માટે સરકાર સામે મોરચો
કૅનેડાની એક સગીરા કૅનેડિયન સરકારના 15 મિલિયન ડોલરના પ્રોજેક્ટને લીડ કરી રહી છે અને એ પણ પોતાના વિસ્તારની નદીને સાફ કરવા માટે.
સ્ટૅલા કહે છે કે જ્યારે હું અગિયારની હતી, મારે નદીમાં તરવું હતું, પરંતુ મારી માતાએ મને કહ્યું કે તે ગંદી છે. એટલે છઠ્ઠા ધોરણમાં એક પ્રોજેક્ટ અંતર્ગત મે નદીના પાણીમાં બેક્ટેરિયાની તપાસવાનું નક્કી કર્યું, અને જે પરિણામ આવ્યું એ ભયાનક હતું.
સ્ટૅલાએ પોતાનાં તારણોને સોશિયલ મીડિયા પર મૂક્યાં. જેને કારણે સરકારે નવો જ પ્રોજેક્ટ શરૂ કરવાની ફરજ પડી.
આ સફાઈ-અભિયાનનો ખર્ચ 11.3 મિલિયન અમેરિકી ડોલરનો ખર્ચ થશે.
સ્ટૅલા ઈચ્છે છે કે અન્ય કિશોર-કિશોરીઓ પણ તેમનાથી પ્રોત્સાહિત થાય.
હવે તેઓ દેશમાં થતાં પર્યાવરણ સંમેલનોમાં પણ ભાગ લે છે, સ્ટૅલા કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટુડ્રોને પણ મળી ચૂક્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો