CAA અને NRC : નાગરિકતાને લઈને વિવાદિત બનેલી આ બાબતો નોખી છે કે એક?
નાગરિકતા સંશોધન કાયદાના તાર એનઆરસી એટલે કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર સાથે જોડાયેલા છે.
હવે આખા દેશમાં સીએએ લાગુ કરાયો છે અને સરકાર હવે પછી આખા દેશમાં એનઆરસી લાગુ કરવા માગે છે.
આસામમાં ભાષા અને નાગરિકતાના મામલે ઘણાં આંદોલનો થયાં છે. અસમિયા અને બાંગ્લા ભાષીઓ વચ્ચે નોકરીઓ અને સંશાધનોને લઈને સંઘર્ષ પણ જોવા મળ્યો છે.
એનઆરસીને સામાન્ય ભાષામાં વાત કરીએ તો તેને ભારતીય નાગરિકોનું લિસ્ટ એવું કહી શકાય.
અને એનઆરસીની મદદથી એ ખબર પડી શકે કે કોણ ભારતીય નાગરિક છે અને કોણ નથી.
તો સીએએની જોગવાઈ અનુસાર ધાર્મિક ઉત્પીડનને કારણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને પારસી, ખ્રિસ્તીને કેટલીક શરતોને આધીન ભારતની નાગરિકતા આપવામાં આવશે.
બંનેમાં શું તફાવત છે એ જાણવા જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો