CAA : ગોળીબારમાં મૃત્યુ પામેલા યુવાનનાં માતાની વ્યથા

વીડિયો કૅપ્શન, આસામમાં ગોળીબારમાં મૃત્યુ થયેલા યુવાનની માતાની વ્યથા
પ્રકાશિત

17 વર્ષીય સૅમ સ્ટફર્ડનું આસામમાં વિરોધપ્રદર્શન દરમિયાન ગોળી વાગતાં મોત થયું હતું.

નાગરિકતા સંશોધન કાયદા સામે આસામમાં ચાલી રહેલાં પ્રદર્શનોમાં અત્યાર સુધી બે લોકોનાં મોત થયાં છે.

ડઝનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સૅમ સ્ટફર્ડનાં માતા મામોની સ્ટફર્ડે કહ્યું કે ગોળી વાગી તેની કેટલીક ક્ષણો પહેલાં જ સૅમે તેમને ફોન કર્યો હતો.

તેણે કહ્યું કે મા મને બહુ ભૂખ લાગી છે. તું ચિકન પુલાવ બનાવ અને સાડા છ વાગ્યે ફોન આવ્યો કે તેને ગોળી વાગી છે. તે ચિકન પુલાવ ન ખાઈ શક્યો.

મુસ્લિમ માતા અને ઈસાઈ પિતાના આ સંતાનને લોકો યાદ કરી રહ્યા છે.

જુઓ બીબીસી સંવાદદાતા ફૈઝલ મહોમ્મદ અલીનો ગુવાહાટીથી અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો