BBC Investigation : દિલ્હીના સેક્સ રૅકેટમાં આફ્રિકાથી મહિલાઓને કેવી રીતે લવાય છે?
પ્રકાશિત
બીબીસીની ઇન્વેસ્ટિગેશન ટીમ આફ્રિકા આય દ્વારા દિલ્હીમાં ચાલતા સેક્સ રૅકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
કેન્યાનાં મહિલાઓને વર્કિંગ વિઝા પર ભારતની રાજધાની દિલ્હી ખાતે લાવવામાં આવતાં અને તેમને સેક્સના કારોબારમાં ધકેલી દેવામાં આવતાં.
આ સમગ્ર રૅકેટનો પર્દાફાશ કરવા માટે બીબીસી આય દ્વારા 2018માં કામ શરૂ કરાયું હતું.
2018માં બીબીસી આફ્રિકા આય દ્વારા કેન્યાની યુવતીઓ વૈભવી જીવન માટે કેવી રીતે પુરુષો શોધતી હતી તેની તપાસ કરી હતી.
આ સિરીઝ રજૂ થઈ ત્યારે પણ ગ્રેસ દીકરી ખાતર સંઘર્ષ કરી રહ્યાં હતાં.
તે પછી તેમનું ધ્યાન વૉટ્સઍપ ગ્રૂપ પર પડ્યું, જે ભારતમાં ટૂરિસ્ટ માટે ડાન્સર અને નર્સની જોબ ઑફર કરતું હતું.
પણ નવી દિલ્હી પહોંચ્યાં પછી ગ્રેસને ખ્યાલ આવ્યો કે તેઓ સેક્સ રૅકેટના ચક્કરમાં ફસાઈ ગયાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો