એવો દેશ જ્યાં નૉન-રિસાઇક્લેબલ કચરો ફેંકો તો ભરવો પડે છે દંડ
પ્રકાશિત
એક તરફ 200થી વધુ દેશના પ્રતિનિધિ સાથે મળીને COP25માં પૃથ્વી અને પર્યાવરણ બચાવવા માટે શું કરવું તેના પર વિચાર કરી રહ્યા છે.
તો બીજી તરફ યુરોપનો એક દેશ સ્લોવીનિયા છે, જેણે વીસ વર્ષમાં એ કરી બતાવ્યું છે, જે અન્ય દેશ માટે ઉદહારણરૂપ છે.
સ્લોવીનિયા લ્યુબિયાનામાં 70 ટકા જેટલા કચરાનો નિકાલ થાય છે અને સ્થાનિક લોકો માટે નૉન-રિસાઇક્લેબલ કચરો ફેંકવા પર દંડ ચૂકવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
હવે સ્લોવેનિયા ઝીરો વેસ્ટનાં લક્ષ્ય તરફ કામ શરૂ કરવા જઈ રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો