સના મારિન, કોણ છે દુનિયાનાં સૌથી નાની વયનાં PM?
પ્રકાશિત
ફિનલૅન્ડની સરકારનાં પરિવહન મંત્રી સના મારિન 34 વર્ષની વયે દુનિયાનાં સૌથી નાની વયના વડાં પ્રધાન બનશે.
યુરોપીય દેશ ફિનલૅન્ડમાં તેમને સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટીનાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં છે. સના ચાર પક્ષની ગઠબંધન સરકારનાં વડાં પ્રધાન બનશે, આ ચારેયપક્ષનું નેતૃત્વ મહિલાઓનાં હાથમાં છે.
આ પહેલાં પાર્ટીનાં નેતા ઍન્ટી રિનાએ વડા પ્રધાનના પદથી રાજીનામું આપ્યું હતું.