દિલ્હી અગ્નિકાંડ : 'આગ લાગી ત્યારે અમે બચાવવાની કોશિશ કરી પણ...'

વીડિયો કૅપ્શન, દિલ્હી અગ્નિકાંડ : 'આગ લાગી ત્યારે અમે બચાવવાની કોશિશ કરી પણ...'
પ્રકાશિત

દિલ્હીના રાણી ઝાંસી રોડ નજીક આવેલા અનાજ મંડી વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાને કારણે 40થી વધુ લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

દિલ્હીમાં ફાયર-બ્રિગેડ વિભાગના પ્રમુખ અતુલ ગર્ગે બીબીસીને જણાવ્યું કે 'અમારી ટીમે કુલ 63 લોકોને ઘટનાસ્થળેથી બહાર કાઢ્યા હતા, પણ તેમાંથી 43 લોકોનાં મૃત્યુ થઈ ગયાં.'

અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર શાળાની બૅગ બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગી, ત્યારે ઇમારતમાં લગભગ 100 જેટલા લોકો ઊંઘી રહ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે અંદર ફસાયેલા લોકો બારીમાંથી હાથ કાઢીને, બૂમો પાડીને બચાવવા માટે કરગરી રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો