વાવાઝોડાં બાદ ગુજરાતના માછીમાર પરિવારોની હાલત કેવી છે? ગ્રાઉન્ડ રિપોર્ટ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આ વખતે એક પછી એક એમ ચાર વાવાઝોડાં આવ્યાં હતાં.
પ્રકાશિત

ગુજરાતમાં આ વખતે એક પછી એક એમ ચાર વાવાઝોડાં આવ્યાં હતાં.

વાવાઝોડાંને કારણે ગુજરાતના દરિયાકિનારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

વરસાદને કારણે ગુજરાતમાં ખેતીને પણ મોટું નુકસાન થયું હતું અને માછીમારોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

આ વાવાઝોડાં ત્રાટક્યાં નહોતાં, પરંતુ તેના કારણે ગુજરાતના કેટલાક માછીમાર સમુદાયને માઠી અસર થઈ છે.

હવામાન વિભાગે ઍલર્ટ આપતાં માછીમારોએ દરિયામાંથી પોતાની બોટ પરત લઈ લીધી હતી.

ગીરસોમનાથ જિલ્લાના માડવળ ગામનાં 35 મકાનો પડી ગયાં છે.

શાંતાબહેન બારિયા પોતાના ઘરની મુલાકાતે આવ્યાં છે. તેમનું મકાન વાયુ વાવાઝોડામાં પડી ગયું હતું.

જોઈએ વેરાવળથી બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો