અનુચ્છેદ 370 : કાશ્મીરના યુવામાં શા માટે આક્રોશ પ્રવર્તી રહ્યો છે?

પ્રકાશિત

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કર્યાને સો દિવસથી વધુનો સમય પસાર થઈ ગયો છે. આ સ્થિતિમાં સૌથી વધુ નુકસાન જો થયું હોય તો તે સ્કૂલ અને કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને થયું છે.

નીતિ આયોગે શિક્ષણની ગુણવત્તા અંગેના રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરનું સ્થાન વીસ મોટા રાજ્યમાં 19મા ક્રમે મૂક્યું છે.

દુનિયાના કોઈ પણ ખૂણામાં 23 વર્ષની ઉંમરે વિદ્યાર્થી પોતાનું શિક્ષણ પૂરું કરી નાખે છે, પરંતુ અહીં કાશ્મીરમાં સ્થિતિ જુદી છે. અહીં વિદ્યાર્થીઓના શૈક્ષણિકવર્ષ બગડે છે.

સાઈમા હમીદ પીએચ.ડી. સ્કોલર છે. તેમણે પ્લાન્ટ રિસર્ચમાં બે વર્ષનો અભ્યાસ કર્યો છે, પણ તેમની લૅબોરેટરી 5 ઑગસ્ટથી બંધ છે.

જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓની હાલત કેવી છે, તે અંગે બીબીસી સંવાદદાતા આમીર પિરઝાદાનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો