ઝારખંડ : 'દિવસો સુધી ઘરમાં ચોખા નહોતા, હું અને મારાં સંતાનો પાણી પીને જીવતાં'

પ્રકાશિત

ઝારખંડમાં 40 ટકા કરતાં વધારે વસ્તી ગરીબીરેખાની નીચે જીવે છે, જેમાં આદિવાસી તથા અન્ય પછાત જાતિઓ મુખ્ય છે.

જંગલ, પહાડ અને ઝરણાંની ખૂબસૂરતીથી ભરપૂર આ રાજ્યનો બીજો ચહેરો પણ છે, જ્યાં લોકો બેરોજગારી અને ભૂખનો માર વેઠે છે.

આ આંકડાને લઈને વિવાદ છે, પરંતુ મરનારામાં એવા લોકો હતા, જેમની પાસે રોજગારનાં કોઈ સાધન નહોતાં કે પછી તેમને સમાજમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.

સામાજિક કાર્યકર્તાઓનો આરોપ છે કે ભૂખને કારણે થયેલાં મોત બાદ સરકાર ભીનું સંકેલવાનો પ્રયાસ કરે છે.

રાજ્ય સરકારનું કહેવું છે કે ઝારખંડમાં ભૂખને કારણે એક પણ મોત થયું નથી.

ઝારખંડથી બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો