ઝારખંડ : એ ગામ જ્યાં 'રાજદ્રોહ'ની બીકે આદિવાસીઓ ઘર છોડીને ભાગી ગયા

વીડિયો કૅપ્શન, એ ગામ જ્યાં 'રાજદ્રોહ'ની બીકે આદિવાસીઓ ઘર છોડીને ભાગી ગયા
પ્રકાશિત

ઝારખંડના ખૂંટી વિસ્તારમાં અનેક આદિવાસીઓ પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા છે.

ખૂંટી પોલીસે નિવેદન જાહેર કરીને કહ્યું કે "પત્થલગડી આંદોલન સાથે જોડાયેલા 19 કેસ નોંધાયા છે, જેમાં માત્ર 172 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે."

આ આંદોલનમાં આદિવાસીઓએ મોટામોટા પથ્થરો પર બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને આપેલા અધિકારો લખીલખીને અનેક વિસ્તારમાં જમીન પર જડી દીધા હતા.

આ આંદોલન ઘણું હિંસક પણ થયું હતું. દરમિયાન પોલીસ અને આદિવાસીઓ વચ્ચે સંઘર્ષ થયો અને આંદોલનની આગ વધુ ફેલાતી ગઈ.

સરકારે આંદોલનમાં સામેલ લોકો સામે ગુનાહિત કેસ નોંધ્યા છે.

બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો ઝારખંડના ખૂંટીથી રિપોર્ટ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો