વંધ્યત્વની સમસ્યામાંથી આ રીતે છુટકારો મેળવી લોકોને પ્રેરણા આપી
પ્રકાશિત
યૂકેના ટોબી ટ્રાઇસને વંધ્યત્વની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર થઈ હતી.
ડૉક્ટરોએ જ્યારે તેમને કહ્યું કે તેઓ પિતા નહીં બની શકે તો તેમનું માનસિક સ્વાસ્થ્ય બગડી ગયું હતું.
તેઓ કહે છે કે જ્યારે મારા મિત્રો કે પરિવારજનો બાળકો વિશે વાત કરતાં ત્યારે હું ત્યાં ઊભો નહોતો રહી શકતો.
તેઓ એકલતા અને હતાશા અનુભવતા હતા. જોકે મોટર સ્પૉર્ટસમાં તેઓને ઉકેલ મળી ગયો છે.
હવે તેઓ વંધ્યત્વની સમસ્યાથી પીડાતા અન્ય લોકોને મદદ કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો