You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે ગામલોકોએ મસ્જિદનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને મુસ્લિમોને સોંપી
પ્રકાશિત
દેશમાં એક તરફ ક્યાંક મંદિર-મસ્જિદનો હોબાળો છે. તેવામાં પંજાબના મહેના ગામમાં સદભાવની અનોખી મિસાલ જોવા મળી છે.
વર્ષોથી જર્જરિત હાલતમાં પડેલી એક મસ્જિદનું શીખોએ નવીનીકરણ કર્યું અને તેને મુસ્લિમ સમુદાયને આપી દીધી.
ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે મુસ્લિમો પાકિસ્તાન જતા રહ્યા હતા અને પાકિસ્તાનના શીખો વિસ્થાપિત થઈને અહીં આવીને વસ્યા.
કેટલાક મુસ્લિમો ભાગલા વખતે ટકી ગયા અને શીખ બહુમતી ધરાવતા આ ગામમાં વસવાટ કરવા લાગ્યા.
મુસ્લિમો આ ગામમાં લઘુમતીમાં છે અને સૌહાર્દથી રહે છે.
જોઈએ બીબીસી સંવાદદાતા સરબજીતસિંહ ધાલીવાલનો આ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો