જ્યારે દાવાનળથી પ્રાણીઓને બચાવવા સ્થાનિકોએ જીવ જોખમમાં મૂક્યાં

વીડિયો કૅપ્શન, જ્યારે દાવાનળથી પ્રાણીઓને બચાવવા સ્થાનિકોએ જીવ જોખમમાં મૂક્યાં
પ્રકાશિત

છેલ્લા કેટલાય દિવસોથી ઑસ્ટ્રેલિયામાં દક્ષિણ ભાગના વન્ય વિસ્તારમાં આગ લાગેલી છે. વહીવટી તંત્રના સતત પ્રયાસો છતાં કાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે આ દાવાનળ વધારે વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે.

જ્યાં આગ ભભૂકી ઉઠી છે ત્યાં જંગલમાં રહેતા પ્રાણીઓના જીવ જોખમમાં મુકાયા છે. ખાસ કરીને અહીંની દુર્લભ પ્રજાતિના કોઆલા પણ જોખમમાં છે.

હવે આગને કારણે મુશ્કેલીમાં મુકાયેલા આ કોઆલાને બચાવવા સ્થાનિક લોકો આગળ આવ્યા છે.

અહેવાલ જોવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો