પાકિસ્તાની કલાકારે એક ભારતીય કલાકારનો રેકૉર્ડ તોડ્યો

વીડિયો કૅપ્શન, પેન્સિલની અણી પર કોતરણી કરીને પેન્સિલ મિનિએચર આર્ટિસ્ટે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ સર્જ્યો
પ્રકાશિત

પાકિસ્તાની કલાકારે એક ભારતીય કલાકારનો રેકૉર્ડ તોડ્યો.

પેન્સિલની અણી પર કોતરણી કરીને પેન્સિલ મિનિએચર આર્ટિસ્ટે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ સર્જ્યો.

રેકૉર્ડ બનાવનાર અહેસાન કય્નાયુમ કહે છે, રેકર્ડમાં 50 કડીઓ હતી..તો મે રેકૉર્ડ તોડવા 75 કડીઓ બનાવી. એક કડી બનાવવા પાછળ દોઢ કલાક લાગ્યો હતો. આખી કોતરણી માટે 120 કલાક લાગ્યા હતા.

હું નોકરીથી ઘરે આવીને રોજ 4-5 કલાક આ કામ કરતો. એટલે કામ પુરુ થતાં લગભગ 1 મહિના જેટલો સમય લાગ્યો. ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ માટે અરજી કર્યા બાદ રાહ જોવી સૌથી અઘરું કામ હતું. આ કામ માટે તમારે ઘણી ધીરજ રાખવી પડે છે. ઘણી વાર પેન્સિલની અણી તૂટી જાય અને તમે અકળાઈ જાઓ છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો