યુદ્ધની ભયાનકતા : અફઘાનિસ્તાનમાં 20 લાખ બાળકો મજૂરી કરે છે
અફઘાનિસ્તાનમાં 6થી 14 વર્ષની ઉંમરનાં 20 લાખ બાળકો બાળમજૂરીમાં સંકળાયેલાં છે.
સંયુક્ત રાષ્ટ્ર અને અફઘાન સરકારના આંકડા સૂચવે છે કે દેશની અડધાથી વધુ વસતિ ગરીબી રેખાની નીચે જીવે છે. દાયકાઓ સુધી ચાલેલા લાંબા યુદ્ધને પગલે બાળકો કામ કરવા મજબૂર છે.
12 વર્ષના કુબ્રા પણ તેમાંના જ એક છે તથા પૂર્વ લાગમાનમાંના રહેવાસી છે. બે વર્ષ પહેલાં તેમનાં પિતાનું યુદ્ધમાં મોત થઈ ગયું હતું. હવે તેઓ પ્લાસ્ટિકની બૅગ વેંચે છે.
પરિવારમાં રોજીરોટી કમાનાર કોઈ નથી. આથી તેમને આ કામ કરવું પડે છે.
સૌથી મોટી દીકરી હોવાથી નાના ભાઈ-બહેનની જવાબદારી પણ ઉઠાવે છે. કામ કરવું નથી ગમતું પણ પૈસા મળે એટલે સારું લાગે છે.
તેમને સ્કૂલ જઈને મારા પરિવારનું નામ રોશન કરવું ગમશે. આ જવાબદારી માતા પિતાની હતી પણ હવે તેઓ નથી. આથી તેમને કામ કરવું જ પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો