ગ્લૉબલ વૉર્મિંગની સામે ઘરોમાં કઈ રીતે વાંસનો ઉપયોગ કરાઈ રહ્યો છે?

પ્રકાશિત

ગ્લૉબલ વૉર્મિંગની સમસ્યા સામે દુનિયાભરના લોકો ઝૂઝી રહ્યા છે. ત્યારે દક્ષિણ ભારતમાં ઘણા લોકો જળવાયુ પરિવર્તનની આ વૈશ્વિક સમસ્યાને માત આપવા નવાં ઘરોના ચણતરકામમાં વાંસ જેવી ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે.

પર્યાવરણવાદીઓ હવે ઘર બાંધવા માટેના ઇકો ફ્રેન્ડલી વિકલ્પોની માગ કરી રહ્યા છે.

પર્યાવરણવાદીઓ કહે છે કે વાંસના ઉપયોગથી સિમેન્ટનો ઉપયોગ ઘટાડી શકાય છે અને ચણતરકામ માટે ઘણા પ્રકારના વાંસ ઉપલબ્ધ છે.

વાંસના 1800 કરતાં વધારે પ્રકારો છે જે ગરમ વાતાવરણ અને અલગઅલગ કૃષિ આબોહવાની સ્થિતિમાં ટકી શકે છે. એટલે તેઓ વાતાવરણમાં ફેરફાર અનુસાર તેનો ઉપયોગ કરી શકે છે.

જુઓ નિયાસ અહમદનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો