અમેરિકાનો આ ટેલિસ્કોપ 95 ટકા બ્રહ્માંડના ભેદ ખોલી શકશે?
પ્રકાશિત
અમેરિકાના ઍરિઝોનામાં એક વિશાળકાય ટેલિસ્કોપ 3.5 કરોડ આકાશગંગાનું અવલોકન કરશે અને બ્રહ્માંડના રહસ્યો ખોલશે.
આ ટેલિસ્કોપ 20 મિનિટે પાંચ હજાર આકાશગંગાને સ્કૅન કરશે. આશા છે કે આનાથી વૈજ્ઞાનિકો બીજાં બ્રહ્માંડના અસ્તિત્વની સંભાવના અને હકીકત જાણી શકશે.
જે બ્રહ્માંડમાં આપણે રહેતા હોઈએ તેના માત્ર 5 ટકા ભાગ વિશેની જ જાણકારી હોવી ક્ષોભજનક કહેવાય!
સાચું કે નહીં? બ્રહ્માંડના બાકીના 95 ટકા હિસ્સા વિશે ખબર જ ન હોય તો કેવી રીતે જીરવી શકાય? બ્રહ્માંડની આ અજાણી બાજુ જાણવામાં આ ટેલિસ્કોપ મદદરુપ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો