કમ્પ્યૂટર સિક્યૉરિટી સ્કેમ : ભારતમાં બેસીને કેવી રીતે યુકેના લોકો પાસેથી પૈસા પડાવાયા હતા

વીડિયો કૅપ્શન, કેવી રીતે લોકો કમ્પ્યૂટર સિક્યૉરિટીની શિકાર બને છે?
પ્રકાશિત

ભારતમાંથી ચાલતા બે કૉલ સેન્ટરે યુકેમાં સંખ્યાબંધ લોકોને કમ્પ્યૂટર સિક્યૉરિટી સ્કેમનો શિકાર બનાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

માઇક્રોસોફ્ટ કંપની અને યુકે તથા ભારતની પોલીસ દ્વારા ચાર વર્ષ લાંબી સંયુક્ત તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

કૌભાંડમાં સામેલ વ્યક્તિઓની ધરપકડ પણ કરી લેવાઈ છે. તેમાં મૂખ્ય સૂત્રધાર પણ સામેલ છે.

કૌભાંડને પગલે આંતરરાષ્ટ્રીય પોલીસ દ્વારા એક ખાસ અભિયાન અંતર્ગત કોલકતામાં દરોડા પણ પાડવામાં આવ્યા હતા.

નિવૃત્ત બિઝનેસમેન ડગ વેરી પણ આનો શિકાર બન્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો