દારૂબંધી છતાં ગુજરાતમાં દારૂનો વેપાર કેવી રીતે ચાલે છે?
પ્રકાશિત
ગુજરાતમાં વર્ષ 1960થી પૂર્ણ દારૂબંધી છે. પરંતુ હાલમાં જ રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે કહ્યું હતું કે 'ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાય છે.'
ગુજરાતમાં કેવી રીતે ગેરકાયદે દારૂનો વેપાર ચાલે છે તેના પર બીબીસી ગુજરાતીએ ખુલાસો કર્યો.
બીબીસીએ અમદાવાદ, સૌરાષ્ટ્ર અને સુરતના એવા બુટલેગરો સાથે વાત કરી જેઓ આ ધંધા સાથે જોડાયેલા હતા.
ગુજરાતમાં ચૂંટણી દરમિયાન દારૂ ઝડપાયાના કિસ્સા વધી જાય છે.
ચૂંટણીપંચના આંકડા મુજબ ગુજરાતમાં ડિસેમ્બર 2017 સુધીમાં 23 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો હતો.
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ 31 ડિસેમ્બર 2018માં છ લાખથી વધુ દારૂની બોટલે કબજે કરાઈ હતી.
ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 10 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો