અંબાજીના અકસ્માત માટે TikTok વીડિયો જવાબદાર?
પ્રકાશિત
સોશિયલ મીડિયા ઉપર એક TikTok વીડિયો વાઇરલ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચાલકે બસ ડ્રાઇવ કરતી વખતે વીડિયો બનાવવા જતાં અકસ્માત થયો હતો.
ચાલક મુનિર વોરા ઘાયલ છે અને બનાસકાંઠા પોલીસના તાબામાં છે. અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને અમદાવાદમાં સારવાર હેઠળ છે.
અંબાજીની નજીક ત્રિશૂલિયા ખાતે અકસ્માત થયો હતો,જેમાં 20થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા અને 35થી વધુ મુસાફર ઘાયલ થયા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ વીડિયો અકસ્માતના દિવસે જ શૂટ થયો હતો. સમગ્ર ઘટનાક્રમ અંગે જાણો આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો