નવરાત્રિનાં નવરત્ન : ગુજરાતી સંગીતમાં પાટીલ ભાઈ-બહેનની શાનદાર જોડી
ગુજરાતી લોકસંગીતમાં અને એમાં પણ ખાસ ગરબામાં સંગીતકાર વિક્રમ પાટીલે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ઘણા જાણીતા ગરબા બનાવ્યા છે.
ગરબાના કેન્દ્રમાં સામાન્ય રીતે નૃત્યનો અંશ રહેલો છે. આ નૃત્યને પારખી તેના આધારે ગરબાની રિધમ બનાવવાની હોય છે.
આ રીતે વિચારી કરી વિક્રમ પાટીલે ઘણા ગરબાની રચના કરી છે.
ગીતની મધુરતા સાથે ઢોલ જેવા વાદ્યમાં પણ ભાવ જગાડી શકે તેવી વિક્રમ પાટીલની રચનાઓ હતી.
‘મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે...’, ‘મારો સોનાનો ઘડૂલો રે...’ જેવા તેમના ગીતો ગરબામાં ખાસ જાણીતા છે.
તેમનાં જ બહેન વત્સલા પાટીલ પણ સંગીત ક્ષેત્રે ખ્યાતિ ધરાવતાં હતાં.
વત્સલા પાટીલનાં ગાયનોમાં ખૂબ જ જુસ્સો જોવા મળતો, તેમના ગીતો અને ગરબા તદ્દન મોઢે રહી જતાં હતાં.
ભાઈ-બહેન વિક્રમ પાટીલ અને વત્સલા પાટીલની જોડી અંગે ગુજરાતનાં યુવા ગાયક ભાઈ-બહેન હાર્દિક દવે અને ઇશાની દવેએ વાત કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો