નવરાત્રિનાં નવરત્ન : લતા મંગેશકર પાસે ગુજરાતી ગીતો ગવડાવનાર ગૌરાંગ વ્યાસ

વીડિયો કૅપ્શન, મોસમ મલકાણ બહેનો
પ્રકાશિત

કદાચ જ કોઈ ગરબાનો કાર્યક્રમ એવો હશે કે જેમાં ગૌરાંગ વ્યાસનાં ગરબા કે ગીત ન વાગતાં હોય. તેમણે રાસ અને ગરબાક્ષેત્રે અનેક પ્રયોગ કર્યા હતા.

ગૌરાંગભાઈએ તેમના પિતાનાં ગીત અને સંગીતના વારસાને આગળ ધપાવ્યો હતો. તેમણે અમદાવાદમાંથી એંજિનિયરિંગનો અભ્યાસ કર્યો અને મુંબઈની કંપનીમાં કામ શરૂ કર્યું

'ઉપર ગગન વિશાળ' અને 'જેસલ તોરલ' જેવી ફિલ્મોમાં પિતા અવિનાશ વ્યાસની સાથે સંગીત આપ્યું.

વ્યાસે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'ભવની ભવાઈ'માં સંગીત આપ્યું હતું.

તેમણે લતા મંગેશકર, આશા ભોંસલે જેવા હિંદી ફિલ્મજગતનાં ટોચનાં ગાયિકાઓ પાસે ગુજરાતી ગીત અને ગરબા ગવડાવ્યાં.

લગભગ ચાર દાયકાની કૅરિયર દરમિયાન ગૌરાંગ વ્યાસે 100 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું.

મોસમલ અને મલકા મહેતા તથા નિર્વેશ દવેના કંઠે 'મા તારો ગરબો ઝામકઝોળ...' અને 'મને આસોના ભણકારા થાય...' સહિતના ગૌરાંગ વ્યાસનાં ગીત-ગરબા માણો અને તેમના જીવનની વાતો જાણો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો