નવરાત્રિનાં નવરત્ન : પિતા પ્રફુલ્લ દવે પાસેથી ઇશાની-હાર્દિક શું શીખ્યાં?
પ્રકાશિત
ગીત-ગરબા, લોકગીત તથા ભજન સહિતનાં માધ્યમોથી ગાયક પ્રફુલ્લ દવેએ ગુજરાતી સંગીતને સમૃદ્ધ કર્યું છે તથા અનેક ગાયનોને ચિરજીવન આપ્યું છે.
પ્રફુલ્લભાઈનાં સંતાનો ઇશાની તથા હાર્દિક તેમના સંગીત વારસાને આગળ ધપાવી રહ્યાં છે. ઇશાનીના મતે 'પ્રફુલ્લ દવ એ માત્ર સિંગર જ નથી, પરંતુ કમ્પૉઝર તથા પર્ફૉર્મર એમ આખું પૅકેજ છે.'
ઇશાની તથા હાર્દિકની પાસેથી સાંભળો પ્રફુલ્લ દવેના જીવનની વાતો, તેમની પાસેથી શું શીખ્યા.
આ સાથે જ માણો 'મણિયારો તે હલુ હલુ...', 'ઓઢણી ઓઢું, ઓઢુંને ઉડી જાય...', 'મારો સોનાનો ઘડૂલો....' તથા 'આવ્યા આવ્યા નવરાત્રિના દાડા....' સહિતના ગરબા અને ગાયનો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો