બિહારમાં જળબંબાકાર, પટનાના મોટાભાગના ઘરોમાં પાણી ભરાયાં

પ્રકાશિત

બિહારમાં સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીએ જણાવ્યું કે પૂરને કારણે મૃતકોની સંખ્યા 29 થઈ ગઈ છે અને પૂરથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યનું પાટનગર પટના છે.

પટનાની નજીક બધી નદીઓ ગંગા, પુનપુન, ગંડક અને સોનમાં જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. પાણીના દબાણકે કારણે ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ ચૂકી છે.

પટનાના સેંકડો લોકો ઘરમાં ફસાયેલા છે. તેમના ઘરમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં.

શુક્રવારથી પટના શહેરમાં પાણી ભરાયાં છે અને મોટા ભાગના રહેણાક વિસ્તાર પાણીમાં ડૂબેલા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો